* * * * * * * * * * *
ગઝલગ્રાફ ભાગ ૧ અને ૨સુગમ સંગીત ફાઉન્ડેશન, અમદાવાદ (ફોનઃ +૯૧૭૯-૨૬૪૨ ૩૯૩૯) તરફથી ‘ગઝલગ્રાફ’ નામનું એક સરસ પુસ્તક જૂલાઈ, ૨૦૦૮માં પ્રગટ કરવામાં આવ્યું છે. શ્રી ગુણવંત ઉપાધ્યાય દ્વારા તૈયાર કરવામાં આવેલા આ અભ્યાસપૂર્ણ પુસ્તકમાં ગુજરાતી ગઝલની વિકાસરેખા આલેખવામાં આવી છે. ગુજરાતી ગઝલ વિશે વિસ્તૃત જાણકારી ધરાવતું પુસ્તક આપવા માટે લેખક-પ્રકાશક બન્ને અભિનંદનના અધિકારી છે. ગઝલ રસિકો માટે આ પુસ્તક પી.ડી.એફ. ફોર્મેટમાં વાંચવા-ડાઉનલોડ માટે અત્રે ઉપલબ્ધ છેઃ >> ગઝલગ્રાફ ભાગ - ૧ (સાઈઝ ૬.૭૨ એમ.બી.) << >> ગઝલગ્રાફ ભાગ - ૨ (સાઈઝ ૫.૫૬ એમ.બી.) <<
માવજીભાઈએ પોતે જાતે HTML ફોર્મેટની થોડી ઈ-ચોપડી બનાવી છે. HTML ચોપડીઓની નબળાઈ માવજીભાઈએ બનાવેલી HTML ફોર્મેટની ઈ-ચોપડીની મુખ્ય નબળાઈ એ છે કે તે ફક્ત માઈક્રોસોફ્ટ વિન્ડોઝ ઑપરેટિંગ સિસ્ટમમાં કામ આપે છે. ઉપરાંત, જો તમે તમારા કોમ્પ્યુટરના સ્ક્રીન રેઝોલ્યુશન્સ ૧૨૮૦×૭૨૦ સેટ કરી શકશો તો તમને તે વાંચવાની ખરી મજા આવશે. એનાથી ઓછા કે વધુ સ્ક્રીન રેઝોલ્યુશન્સમાં તમે ચોપડી વાંચી તો શકશો પણ ખરી મજા નહિ આવે. તમારા કોમ્પ્યુટરની control panel માં જઈ display નું ઑપ્શન ખોલી તમે તમારા કોમ્પ્યુટરના સ્ક્રીન રેઝોલ્યુશન્સ વધારી-ઘટાડી શકો છો. માવજીભાઈની HTML ઈ-ચોપડીની .exe ફોર્મેટ જોઈને ડરશો નહિ. આ ફાઈલ ખોલવાથી તમારા કોમ્પ્યુટર પર કંઈ પણ ઈન્સ્ટોલ થતું નથી. જ્યારે HTML ફોર્મેટમાં ઈ-ચોપડી બનાવવામાં આવે ત્યારે તેના જુદા જુદા પાનાઓ એકી સાથે એક જ ફાઈલમાં એક બીજા સાથે પાકા બંધાયેલા રહે તે માટે તેમને ભેગા કરી .exe ફોર્મેટમાં દરજીની માફક સીવી લેવાની જરૂર પડે છે. આ ઈ-ચોપડીઓ પોર્ટેબલ છે એટલે તમે તેને તમારી હાર્ડ ડિસ્ક પર રાખી શકો છો કે ફ્લોપી, સીડી, ડીવીડી, યુએસબી પેન ડ્રાઈવ કે અન્ય મિડિયા પર રાખી ઉપયોગમાં લઈ શકો છો કે અન્ય કોઈને આપી શકો છો. HTML ફોર્મેટની ગુજરાતી ચોપડી માવજીભાઈએ હાલ નીચે બતાવ્યા પ્રમાણે HTML ફોર્મેટની બે ગુજરાતી ઈ-ચોપડી બનાવી છે જે તમે ડાઉનલોડ કરીને વાંચી શકો છો અને/અથવા તમારી હાર્ડ ડિસ્ક પર સેવ કરી કાયમ માટે રાખી શકો છો. આ Balvarta-1 અને Balvarta-2 નામની બન્ને ફાઈલ exe ફાઈલ છે જે ખોલવાથી તેમાં અંદર રહેલી ઈ-ચોપડી બહાર આવે છે. >> લોકપ્રિય બાળવાર્તાઓ ભાગ - ૧ (સાઈઝ ૧.૨૮ એમ.બી.) << >> લોકપ્રિય બાળવાર્તાઓ ભાગ - ૨ (સાઈઝ ૨.૪૦ એમ.બી.) << આ બન્ને ફાઈલ તમારા કોમ્પ્યુટર પર સેવ થઈ ગયા પછી તમે ગમે ત્યારે તેનો ઉપયોગ કરી શકો છો. આ બન્ને ઈ-ચોપડીમાં શ્રી ગિજુભાઈ બધેકા અને અન્ય લેખકોની લોકપ્રિય બાળવાર્તાઓ સહેજસાજ ફેરફાર સાથે રજૂ કરવામાં આવી છે. HTML ફોર્મેટની અંગ્રેજી ચોપડી પ્રજાસત્તાક દિવસ, તા. ૨૬મી જાન્યુઆરી, ૨૦૦૯ના શુભ દિવસે માવજીભાઈએ HTML ફોર્મેટની એક અંગ્રેજી ઈ-ચોપડી બહાર પાડી છે. આ ચોપડી એક ઐતિહાસિક ચોપડી છે કેમ કે ૧૯૧૬ની સાલમાં પ્રગટ થયેલી આ ચોપડીના કારણે સમગ્ર માનવજાતિની પ્રગતિનો દિશાદોર બદલાઈ ગયો છે. આપણે બધાં પૃથ્વી, વિશ્વ, બ્રહ્માંડ અને અવકાશ, અણુ અને પરમાણુ બધાંને નવી નજરે જોતાં થઈ ગયા છીએ. એટલું જ નહિ, ખૂદ ‘સમય’ પણ પલટાઈ ગયો છે ! સમજાય કે ન સમજાય પણ તે વાંચવાની કોશિશ જરૂર કરજો. પ્રસ્તુત છેઃ >> RELATIVITY, The Special and General Theory by Albert Einstein (સાઈઝ ૨.૨૭ એમ.બી.) << (ખાસ નોંધઃ તમારા કોમ્પ્યુટરનું સ્ક્રીન રેઝોલ્યુશન ૧૨૮૦ × ૭૨૦થી ઓછું હોય તો આ ઈ-ચોપડી વાંચવાની કોશિશ કરશો નહિ કેમકે તેવા સંજોગોમાં ઘણું ખરું લખાણ આડુઅવળું દેખાશે.) |
No comments:
Post a Comment