Saturday, July 27, 2013

ચુંબક ધો- 7 માટે

૦૧ચુંબક કઈ દિશામાં સ્થિર રહે છે ?
 ઉત્તર – દક્ષિણ દિશામાં
૦૨હોકાયંત્રમાં કયા પ્રકારનું ચુંબક વપરાય છે ?
 સોયાકાર ચુંબક
૦૩દિશા જાણવા માટે કયું સાધન ઉપયોગી છે ?
 હોકાયંત્ર
૦૪હોકાયંત્રમાં N-E-S-W શું દર્શાવે છે ?
 દિશાઓ દર્શાવે છે N=North (ઉત્તર), E=East (પૂર્વ), S=South (દક્ષિણ), W=West (પશ્ચિમ)
૦૫પૃથ્વીના ગોળા પર ઉપરની તરફ કયો ધ્રુવ જોવા મળે છે ?
 ઉત્તર ધ્રુવ
૦૬પૃથ્વીના ગોળા પર નીચેની તરફ કયો ધ્રુવ જોવા મળે છે ?
 દક્ષિણ ધ્રુવ
૦૭પૃથ્વીના ઉત્તર ધ્રુવ તરફ ચુંબકનો કયો ધ્રુવ રહેલો છે ?
 દક્ષિણ ધ્રુવ
૦૮પૃથ્વીના દક્ષિણ ધ્રુવ તરફ ચુંબકનો કયો ધ્રુવ રહેલો છે ?
 ઉત્તર ધ્રુવ
૦૯ચુંબકની આસપાસ રચાતી ચોક્કસ ભાતને શું કહે છે ?
 ચુંબકીય બળરેખાઓ
૧૦ચુંબકની ચુંબકીય અસર જેટલા વિસ્તારમાં જણાતી હોય તે વિસ્તારને શું કહે છે ?
 ચુંબકીય ક્ષેત્ર
૧૧ચુંબકની ચુંબકીય બળરેખાઓની ગીચતા સૌથી વધારે ક્યાં જોવા મળે છે ?
 ચુંબકીય ધ્રુવો પાસે
૧૨ચુંબકીય ક્ષેત્રને અંગ્રેજીમાં કયા નામે ઓળખવામાં આવે છે ?
 Magnetic Field
૧૩ચુંબકમાં રહેલા નાના મોટા સૂક્ષ્મ ચુંબકોના સમૂહને શું કહે છે ?
 ડોમેઈન
૧૪શું દરેક ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર સમાન હોય છે ?
 ના, અલગ અલગ હોય છે
૧૫લોખંડમાં ડોમેઈન કઈ સ્થિતિમાં હોય છે ?
 અસ્તવ્યસ્ત
૧૬ચુંબકમાં ડોમેઈન કઈ સ્થિતિમાં હોય છે ?
 વ્યવસ્થિત સ્થિતિમાં એક જ દિશામાં ગોઠવાયેલા
૧૭વિદ્યુત ઘંટડીમાં કયા પ્રકારનું ચુંબક વપરાય છે ?
 વિદ્યુત ચુંબક
૧૮ચુંબકને ગરમ કરવાથી તેની ચુંબકીય શક્તિમાં શો ફેરફાર થાય છે ?
 ચુંબકનું ચુંબકત્વ નાશ પામે છે
૧૯બે ચુંબકના સમાન ધ્રુવો એકબીજાની નજીક લાંબો સમય રાખવાથી તેના ચુંબકત્વમાં શો ફેરફાર થાય છે ?
 ચુંબકનું ચુંબકત્વ નાશ પામે છે
૨૦ચુંબકનો ઉપયોગ થયો હોય તેવી પાંચ વસ્તુઓના નામ લખો.
 રેડિયો, ટીવી, ટેલિફોન, ફ્રીજ, લાઉડસ્પીકર, માઈક્રોફોન

No comments:

Post a Comment